જીવન એક અરીસો છે.

જીવન એક અરીસો છે.
                       “એક વાર એક ગ્રાહક અરીસાની દુકાનમાં સારામાં સારો અરીસો ખરીદવા ગયો. એણે એક પછી એક અરીસા જોયા પછી સુંદર અને મજબૂત અરીસો પસંદ કર્યો. ગ્રાહકે દુકાનદારને પૂછ્યું : આ અરીસા ઉપર તમે કઈ ગેરંટી આપો છો? દુકાનદારે જરા મજાકભરી શૈલીમાં કહ્યું : નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાની ગેરંટી. ગ્રાહકે કહ્યું : એવી ગેરંટી પહેલી વાર સાંભળી. આવું શા માટે? દુકાનદારે રહસ્ય ખુલ્લું કરતાં કહ્યું : સો ફૂટ  ઊંચાઈએથી આ અરીસાને ફેંકો તોય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ફૂટ સુધી તેને કંઈ જ નહીં થાય. જે થશે તે ઝીરો પોઈન્ટ વન ફૂટમાં જ થશે. જીવનનો અરીસો ઘણી ગેરંટીવાળો છે, પણ .૦૧ (પોઈન્ટ ઝીરો વન) ની જ બાબતમાં આપણને વાંધા પડતા હોય છે. “

Leave a comment